વિરપુરની તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની દુકાનમાં ચોરી…
વિરપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ગત મોડી રાત્રીના દરમ્યાન સંધના પાછળના ભાગે બાકોરૂ પાડી કોઈ અજાણ્યા ઈસમે રોકડ મળી કુલ રૂ.૧૫૦૦૦/-ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે વિરપુર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરીયાદ અનુસંધાને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કર્મચારી સવારે નોકરી ઉપર આવ્યા સંધની અંદર તપાસ કરતા સામાન વેરવિખેર હતો વધુ તપાસ કરતા સ્ટીલના ડબ્બામાં આશરે કેશ રોકડા રૂ.૧૫૦૦૦/- મળી કુલ મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી આથી સંધના સત્તાધીશોને જાણ કરાઈ હતી તેમણે આવી સંધના સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રે 2 વાગ્યની આસપાસ અજાણ્યો ઈસમ પાછળના ભાગે બાકોરૂ પાડી અંદર પ્રવેશતા રોકડ રકમની ચોરી કરતા નજરે ચઢ્યો હતો બનાવ અંગે વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે કર્મચારીની ફરિયાદના આધારે ચડ્ડી બનીયાન પહેરલા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે..વિરપુર શહેરમાં અગાઉ પણ SBI બેન્કની શાખામાં આજ રીતે બાકોરૂ પાડી ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ વોચમેનની સતર્કતાના કારણે ચોરો ભાગી છુટયા હતા ત્યારે બાકોરૂ પાડી ચોરી કરવાની બીજી ધટના સામે આવી છે જેને લઈ કોઈ ગેંગ સક્રિય થઈ હોય તેવી આશંકા પણ સેવાઈ રહી છે ત્યારે હાલતો વિરપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે...
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.