શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી તા.૨૫ જૂનનાં રોજ ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૨૬૬ ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાની પુસ્તકાલય માટે ,૭૫ પુસ્તકો ભેટ આપવામા આવેલ તથા બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી રમેશભાઈ પરમાર , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી પ્રીતિબહેન ભટ્ટ, શ્રી અંકિતાબહેન ભટ્ટ , શ્રી દીપાબેન જોષી તથા નિરમા લીમીટેડ નાં શ્રી મેહુલભાઈ ભટ્ટ અને ગામનાં સરપંચશ્રી વલ્લભભાઈ ચુડાસમા તથા આચાર્ય શ્રી દિનેશભાઈ સોલંકીની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ.. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ,અનિલભાઈ બોરીચા, શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.