પાટડીના માલવણ GSFC એગ્રોટેક લિમિટેડ કંપની સાથે રૂ.97.6 લાખની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના માલવણ જીએસએફસી વેચાણ કેન્દ્રના ડેપો મેનેજરે રૂ.97.06 લાખની ઉચાપાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદથી ચકચાર મચી જવા પામી છે જેમાં ડેપો મેનેજરે જ વેચાણ કેન્દ્રમાંથી રાસાયણિક ખાતર અને અન્ય કૃષી સામગ્રીના વેચાણનુ પેમેન્ટ બેંકમાં ભરવાના બદલે પોતાના અંગત ઉપયોગમા આ નાણા વાપરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝબ્બે કરવાની સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ અંગે જીએસએફસી એગ્રો ટેક લિમિટેડ કંપનીમા છેલ્લા એક વર્ષથી આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મેઘજીભાઈ તલાવડીયાએ ફરિયાદ આપી છે કે પાટડી તાલુકાના માલવણ ખાતે આવેલા જીએસએફસી એગ્રોટેક લિમિટેડ કંપનીમા માલવણ વેચાણ કેન્દ્રમા ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા અતુલ બચ્ચારામ મોર્યએ વેચાણ કેન્દ્રના રાસાયણિક ખાતર અને અન્ય કૃષી સામગ્રીના વેચાણના પેમેન્ટ કંપનીના બેન્ક એકાઉન્ટમા જમા કરાવવાની જવાબદારી હોવા છતાં ઓક્ટોબર 2023થી તા- 2/4/2024 સુધી કંપનીના રાસાયણિક ખાતર અને અન્ય કૃષી સામગ્રીના વેચાણના રૂ. 97,06,914 કંપનીના બેન્ક એકાઉન્ટમા જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમા લઈ કંપની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બજાણા પોલીસે આરોપીને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ આર એચ ઝાલા ચલાવી રહ્યાં છે માલવણ જીએસએફસી વેચાણ કેન્દ્રના ડેપો મેનેજર અતુલકુમાર બચ્ચારામ મોર્ય મૂળ ઉત્તરપ્રદેશના આંબેડકર જિલ્લાના અકબરપુર તાલુકાના સિજાહુલી સદરપુરનો રહેવાસી અને હાલ પાટડી ગામની માતૃવંદના સોસાયટીમા રહેતો હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા છ વર્ષથી જુનિયર એકજીક્યૂટ ડેપો ઇન્ચાર્જ તરીકે નોકરી કરતો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.