અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારૂ પોલીસ અધિક્ષકશ્રી, અરવલ્લીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારૂ સાવચેતીનાં પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ (સને ૧૯૫૧ ના ૨૨મા) ની કલમ - ૩૭ (૧) મુજબનું હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીશ અધિક્ષકશ્રી, અરવલ્લી - મોડાસાએ આમુખના પત્રથી દરખાસ્ત કરી છે. જે વાજબી જણાય છે. જે પરત્વે નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાય છે.
ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ - ૩૭ (૧) થી મને મળેલ સત્તાની રૂએ આથી અરવલ્લી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૩/૦૪/૨૦૨૪ ના કલાક ૦૦.૦૦ થી તા. ૦૭/૦૫/૨૦૨૪ ના કલાક ૨૪.૦૦ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહે તે રીતે સમગ્ર જિલ્લામાં નીચેના કૃત્યોની વાસ્તે હું જે.કે.જેગોડા(જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, અરવલ્લી જિલ્લો, મોડાસા દ્વારા મનાઈ ફરમાવવામાં આવે છે.
એ) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની,
(બી) કોઈ પણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની,
(સી) પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠા ક૨વાની તથા તૈયાર કરવાની,
(ડી) કોઈ સરઘરામાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની,
(ઈ) વ્યક્તિઓ અથવા તેનાં શબ અથવા આકૃતિઓ અથવા પૂતળાં દેખાડવાની,
(એફ) લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાઘ વગાડવાની,
(જી) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ ક૨વાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર
ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયા૨ ક૨વાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતિ જોખમાતી
હોય અથવા જેને પરિણામે રાજ્ય ઊથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વગેરે કરવાની અથવા તે ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો ક૨વાની.
અપવાદ: આ હુકમ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહિં.
૧. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી; અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી; શબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટથી, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટથી અથવા અધિકૃત કરેલા કોઈ પણ અધિકારીશ્રીઓ, શારીરિક અશક્તિના કારણે લાકડી કે લાઠી રાખતા વૃધ્ધ
વ્યક્તિ તથા હથિયારના પરવાના ધારકો હથિયાર પ્રદર્શિત ન થાય તેમ ધારણ કરનારને;
૨. સરકારી નોકરી કે કામ ક૨તી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા
આવું કોઈ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનું આવશ્યક હોય;
૩. કોઈ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેરનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનુરૂપ ઉપયોગ ક૨વા માટે અને જિલ્લા પોલીસ અધિકારીશ્રી અથવા તે વિસ્તારના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અગાઉથી લેખિતમાં મંજુરી આપી હોય તેવી સંસ્થા કે વ્યક્તિઓને;
૪. ખેતીના કામે ઓજારો લઈ જતા ખેડૂતોને;
૫. સરકારશ્રીના સરકારી કાર્યક્રમમાં અધિકૃત વ્યક્તિઓને;
૬. કોઈ પણ અંતિમયાત્રાને.
આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ અથવા ઉલ્લંઘન ક૨ના૨ અથવા કરાવનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ - ૧૩૫ (૧) હેઠળ તેમજ ભા૨તના ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સને ૧૮૬૦ ના ૪૫ મા) ની કલમ - ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઈન્સપેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. કલમ - ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ - ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત ક૨વામાં આવે છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.