સાબરકાંઠા જીલ્લાના-: નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી.કેમેરાના આધારે મોબાઇલ શોધવામાં સફળતા સાંપડેલ છે - At This Time

સાબરકાંઠા જીલ્લાના-: નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી.કેમેરાના આધારે મોબાઇલ શોધવામાં સફળતા સાંપડેલ છે


સાબરકાંઠા જીલ્લાના-:
નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી.કેમેરાના આધારે મોબાઇલ શોધવામાં સફળતા સાંપડેલ છે......
---------------------------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
પોલીસ અધિક્ષક સાબરકાઠાં વિશાલકુમાર વાઘેલાનાઓએ સાબરકાઠાં જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય..

જે સંદર્ભ હિંમતનગર મુખ્ય મથક હિંમતનગર સાબરકાઠાં નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી પાયલ.એચ.સોમેશ્વર મેડમના માર્ગદર્શન હેઠળ બી ડિવીઝન પોલિસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.સી.પરમાર તથા નેત્રમ કમાંડ કંટ્રોલ પોલિસ સબ ઇન્સ્પેક્ટર આર.કે.રાવત સાહેબનાઓના સુપરવિઝન હેઠળ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર અશોકકુમાર,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પાર્થકુમાર શામળભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરસિધ્ધસિંહ જવાનસિંહ તેમજ બી ડીવીઝન પોલિસ સ્ટેશનની ટીમ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જસવંતસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધરમવીરસિંહ દિલીપસિંહનાઓની મદદથી નેત્રમ કમાન્ડ કંટ્રોલ સાબરકાઠાં ટીમ ધ્વારા હિંમતનગર શહેરમાં લગાવેલ સી.સી.ટી.વી.કેમેરા દ્વારા મોનીટરીંગ કરતા..

આજરોજ હિંમતનગર બી.ડિવીઝન પો.સ્ટે અરજી આવક નંબર-૧૦૮૯/૨૩ તા-૨૯/૦૫/૨૦૨૩ ના આધારે અત્રેના નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતે મોબાઇલ ગુમ થવા બાબતે અરજદાર *શેદ જીશાનહુસેન અહેમદહુસેન* રહે.અમદાવાદનાઓ આવતા તેઓના જણાવ્યા મુજબ આજ રોજ બપોરના આશરે ૧:૩૦ વાગયાની આસપાસ હુ મારુ બાઇક લઇને મારા મોટા બાપાના,ઘરે ખૂશબૂ હોસ્પિટલની પાછળ,ન્યાય મંદિર,હિંમતનગર જતો હતો..

તે સમયે મારા પેન્ટના ખીસામાથી ન્યાયમંદિર રસ્તામાં ક્યાક પડી ગયેલ.જે અનુસંધાને અત્રેના નેત્રમના ન્યાયમંદિર લોકેશનના ડિટેક્શન ટીમ દ્વારા સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતા એક સપ્લેન્ડર મો.સો ચાલક જેનો આર.ટી.ઓ રજી.નં-જી.જે.૦૯.ડી.એલ.૧૯૬૯ નો જણાઇ આવેલ..

જે બી ડિવીઝન પોલિસ સ્ટેશનનાઓની મદદથી મો.સો ચાલક ને અત્રેના ગણનાની કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે બોલાવી તપાસ કરતા મો.સો ચાલકે કબુલાત,વિશ્વાસ નત્રમ પ્રોજેક્ટમાં લગાવેલ સી.સી.ટી.વી.કેમેરા ધ્વારા ગણતરીની મિનિટોમાં આશરે રૂ.૧૫૦૦૦ નો મોબાઇલ શોધવામા સફળતા મેળવી મોબાઇલ મૂળ માલીકને પરત કરતા મદદરૂપ થયેલ..

આમ,સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ઘ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી.કેમેરાના આધારે મોબાઇલ શોધવામાં સફળતા સાંપડેલ છે.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભુરા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.