મોડાસામાં નવ દંપતિ-ગર્ભ ધારણ વિજ્ઞાન સેમિનાર યોજાયો. - At This Time

મોડાસામાં નવ દંપતિ-ગર્ભ ધારણ વિજ્ઞાન સેમિનાર યોજાયો.


આવો ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર.

મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર "આવો ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર" જન જાગૃતિ હેતુ અવિરત પ્રયાસ કરી રહ્યું છે. રવિવારે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં નવ દંપતિ જેમને ગર્ભ ધારણ થયેલ નથી એવા દંપતિઓને સામેલ કરવામાં આવ્યા. તેઓને પોતાની આગલી પેઢી ગર્ભ ધારણથી જ સંસ્કારવાન કેવી રીતે બને તે માટેના ગર્ભ ધારણ વિજ્ઞાન- સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આ ગર્ભ ધારણ સંસ્કાર કરાવનાર દંપતિએ ગર્ભ રહેતા પહેલાં પોતાના આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન, માનસિકતા, આહાર તેમજ ઘર પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું ? એની માહિતી આ સેમિનારના આયોજક અમિતાબેન પ્રજાપતિ, રોહિણીબેન શર્મા, પ્રિતિબેન ભટ્ટ, વૈશાલીબેન ત્રિવેદી એ અલગ અલગ વિષય પર પ્રોજેક્ટર પ્રેઝન્ટેશન સાથે ખૂબ જ ઝીણવટથી સમજાવી. આવા શ્રેષ્ઠ માર્ગદર્શનને અનુસરી જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારે જે સંતાન જન્મે તે ખૂબ જ તંદુરસ્ત , ખૂબ જ બુદ્ધિશાળી, સંસ્કારવાન હોય તે સ્વાભાવિક છે.
મોડાસા ખાતે છેલ્લા છ વર્ષથી ચાલી રહેલ આ આંદોલન દ્વારા અનેકના ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા છે. જેઓના જન્મેલ સંતાનો શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયા છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.