150 બેડ, દવા સહિતની તૈયારી, 3 નવી એમ્બ્યુલન્સ મળશે
મોકડ્રિલ બધાને જાણ કરીને થઈ હોવાથી માત્ર પ્રદર્શન બની રહી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મંગળવારે સવારે 11 વાગ્યે મોકડ્રિલ રાખવામાં આવી હતી જેમાં બધું યોગ્ય જ નીકળ્યું છે. સામાન્ય રીતે મોકડ્રિલ જે તે લાગતા તંત્રને જાણ વગર થાય છે. પણ, આજે બધાને ખબર હતી કે મોકડ્રિલ છે તેથી તે ડ્રિલને બદલે સિવિલ હોસ્પિટલમાં શું વ્યવસ્થા છે તે નિહાળવા માટેનું પ્રદર્શન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.