પાટિયા ગ્રુપ હળવદ દ્વારા 10000 નંગ ફુલ સ્કેપ 100 નંગ સાડી અને 300 કાપડની થેલીનું નિશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો
હર હમેશા સેવા કે પ્રવૃત્તિ કરતું હળવદ પાઠ્ય ગ્રુપ તરફથી 10,000 નંગ ચોપડા તેમજ 100 નંગ સાડી અને 300નંગ કાપડની થેલી વિનામૂલ્યે વિતરણ કરેલ હતું આ કાર્યક્રમ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે ખાસ સુનગર જિલ્લાના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, હળવદ-ધાંગધ્રા ના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, એસટી ના પૂર્વ ડાયરેક્ટર શ્રી બિપીનભાઈ દવે પ્રમુખ શ્રી અજયભાઈ રાવલ, ગ્રામ દેવતા લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દિપકદાસજી મહારાજ, શ્રી જયેશભાઇ પટેલ,ર્ડો ચેતન પટેલ, ર્ડો રણજીત ચાવડા, ર્ડો હિતેશ પટેલ અને શ્રી ઘનશ્યામભાઈ યાજ્ઞિક વગેરે મહાનુભાવો, રાજકીય આગેવાન, વિવિધ સેવાભાવી ગ્રુપ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ડો. નિશ્ચલ મહેતા નું એમ ડી ફિઝિશિયન બનતા તેમનું સન્માન કરેલ હતું.
આ કાર્યક્રમમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી આશીર્વાદ આપેલા હતા તેમજ સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ગ્રુપની પ્રવૃત્તિઓને વેગ આપેલ હતો. કાર્યક્રમ દરમિયાન દરેક આમંત્રિત મહેમાનો અને દાતાઓનું સન્માન કરેલ હતું
આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગ્રુપના તમામ સભ્યો એ સાથ સહકાર આપ્યો હતો
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.