શ્રી સુરકા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ - At This Time

શ્રી સુરકા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ


( અજય ચૌહાણ દ્વારા )
ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે શ્રી સુરકા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું હતું.
શાળા પરિવાર તરફથી તમામ બાળકોને પાવભાજી જમાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.