SVP હોસ્પિટલમાં બાળકીને જન્મ આપનારી ‘કુંવારી માતા’ની ચર્ચા
- નારણપુરાની યુવતી સાથે શું બન્યું તે રહસ્ય?- ફેસબૂક ફ્રેન્ડ સાથે પ્રેમ થતા સબંધો બંધાયાનો દાવો પણ બાળક થયું ત્યાં સુધી પ્રેમી દેખાયો નહી અમદાવાદ : એસવીપી હોસ્પિટલમાં ત્રણ દિવસ અગાઉ બાળકીને જન્મ આપનારી કુંવારી માતાની ચર્ચા ડૉકટરોમાં જોરશોરથી ચાલી રહી છે. સમગ્ર ઘટના અંગે ઘટસ્ફોટ યુવતીને ડૉકટરે બાળકીના પિતાનું નામ પૂછયું તેના પરથી થયો હતો. મામલાને ગંભીરતાથી લઈને ડૉકટરે બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવા તજવીજ કરી પણ યુવતીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવવાનો ઈનકાર કરી વિચારવા માટે સમય માંગ્યો હતો. પોલીસના સમજાવવાના અનેક પ્રયાસ છતાં યુવતી કે તેના માતા-પિતાએ મચક આપી ન હતી. યુવતીની પ્રાથમિક પુછપરછમાં ફેસબૂક ફ્રેન્ડ સાથે થયેલા પ્રેમની નિશાનીરૂપે બાળકીને જન્મ આપ્યાનો દાવો યુવતીએ કર્યો છે. જો કે ખરેખર યુવતીનો પ્રેમ છે કે કોઈ અન્ય વ્યક્તિએ યુવતી સાથે કઈ કર્યું તે સમગ્ર બાબતના રહસ્ય પરથી પડદો ઉંચકાવવાનો બાકી છે. જો ખરેખર યુવતીને પ્રેમી સાથેના સબંધોથી બાળક થયું તો પ્રેમી દેખાયો કેમ નહી તે પણ મોટો સવાલ છે. શહેરના નારણપુરા વિસ્તારની યુવતી ત્રણ દિવસ અગાઉ એસવીપી હોસ્પિટલમાં દાખલ થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. ડૉકટરે પિતાનું નામ પૂછતાં યુવતીએ અપરિણીત હોવાનું જણાવ્યું હતું. બનાવને પગલે ડૉકટરે પોલીસન ેજાણ કરી હતી. પોલીસ તપાસમાં હજુ સુધી યુવતી કે તેના માતા-પિતા સ્પષ્ટ જવાબ આપવા તૈયાર ન હતા. બીજી તરફ પોલીસે યુવતી સાથે કઈ ખોટું થયું હોય ફરિયાદ નોંધાવ માટે પ્રયાસ કર્યો પણ માતા-પિતાએ વિચારીને ફરિયાદ કરીશું તેવો જવાબ આપ્યો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલી વિગતો મુજબ બી.કોમના સેકન્ડ યરમાં અભ્યાસ કરતી નારણપુરાની યુવતી સીએના ત્યાં ઈન્ટર્નશીપ કરવા માટે જાય છે. ફેસબૂક થકી મર્હષી નામના અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરતા યુવક સાથે યુવતીને મિત્રતા થઈ હતી. મિત્રતા દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો અને તેઓ વચ્ચે શારિરીક સબંધો બંધાયા હતા. તે પછી યુવતી ગર્ભવતી થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. યુવતી આ દરમિયાન તેના માતા-પિતા પાસે રહેતી હોય તો બાળકી જન્મી ત્યાં સુધી માતા-પિતાએ શું કર્યું તે બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપતું નથી. પ્રેગન્નસી પણ યુવતી છૂપાવી ના શકે તે વાત પણ જગજાહેર છે. તો માતા-પિતાએ આ મામલે કેમ કોઈ કાર્યવાહી કે તપાસ ના કરી તે પણ શંકાસ્પદ મુદ્દો છે.સમાજમાં બદનામી થવાના ડરે માતા-પિતા કોઈ સ્પષ્ટ વાત કરવા તૈયાર ન હતા. યુવતી પાસે પોલીસે પ્રેમીનો નંબર માંગ્યો પણ તે પણ આપવામાં આવ્યો ન હતો. આમ, સમગ્ર મામલે યુવતી અને તેના માતા-પિતા વિગતો છૂપાવી રહ્યાની પોલીસને શંકા છે. બાળકી અમારે કોઈને આપી દેવી છેસૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ યુવતી અને તેની બાળકી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. જો કે, યુવતીના માતા-પિતા હોસ્પિટલમાં લોકોને બાળકીને કોઈને આપી દેવાની વાતો કરી રહ્યા છે. હવે, યુવતીના માતા-પિતા બદનામીના ડરથી આ પ્રકારની હીલચાલ કરી રહ્યા છે કે, અન્ય કોઈ કારણ તે પોલીસ તપાસમાં જ ખુલી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.