પી.સી.એન્ડપી.એન.ડી.ટી.એક્ટ અતર્ગત જિલ્લાના તબીબોનો વર્કશોપ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો - At This Time

પી.સી.એન્ડપી.એન.ડી.ટી.એક્ટ અતર્ગત જિલ્લાના તબીબોનો વર્કશોપ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો


મહીસાગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પીસી એન્ડ પીએનડીટી એકટ અંગે જિલ્લાના તબીબોનો વર્કશોપ જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને ફોર સીઝન હોટલ, મોટા સોનેલા, લુણાવાડા ખાતે યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગાટય કરી વર્કશોપ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સૌએ સાથે રહીને સ્ત્રી ભૃણ હત્યા અટકે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.
આ વર્કશોપમાં નાયબ નિયામક શ્રી મેટરનલ અને ચાઈલ્ડ હેલ્થ ડો. હર્ષદ પટેલ અને કાયદા અધિકારીશ્રી અરુણ પ્રતાપ સિંહ દ્વારા જિનેટિક કાઉન્સેલિંગ સેન્ટર, જીનેટિક લેબોરેટરી જીનેટિક ક્લિનિક, અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિક અને ઇમેજિંગ સેન્ટરે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તે અંગે કાયદાકીય માહિતી આપી હતી અને પી સી એન્ડ પીએનડીટી એકટ ૧૯૯૪ વિશે વિસ્તૃત સમજ અને જાણકારી આપવામાં આવી હતી.આ વર્કશોપમાં તબીબોએ કાયદાકીય મૂંઝવતા પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો.સી આર પટેલ,અધિક આરોગ્ય અધિકારી શ્રી કે.કે.પરમાર,આરોગ્ય વિભાગના અધિકારીશ્રી, ડીસ્ટ્રિકટ એડવાઈઝરી કમિટી ફોર પી સી એન્ડ પીએનડીટીના ચેરમેનશ્રી અને સભ્યશ્રીઓ, જિલ્લાના ખાનગી હોસ્પિટલના તબીબશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.