19 લાખના 38 લાખ ચૂકવ્યા છતાં મકાન ખાલી કરવા ધમકી - At This Time

19 લાખના 38 લાખ ચૂકવ્યા છતાં મકાન ખાલી કરવા ધમકી


રાજકોટ શહેરમાં લોકદરબાર યોજાયા બાદ એક પછી એક વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે ત્યારે આજે થોરાળા પોલીસ મથકમાં એક જ ફરિયાદીએ છ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

અલ્લારખાભાઈ અજમેરીએ દશરથસિહ ગોહિલ, સિકંદર અને એક અજાણ્યા શખસ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સાતેક વર્ષ પહેલા મેં દશરથસિંહનો ડેલો ભાડે રાખ્યો હતો તેના એકાદ વર્ષ પછી 2 લાખ 5 ટકે અને 3 વખત 5-5 લાખ મળી કુલ 19 લાખ વ્યાજે લીધા હતા જેનું વ્યાજ દર મહિને 85 હજાર ભરતો હતો. મારા મોટા ભાઇ હનીફભાઈના મકાનની ફાઈલ સિક્યોરિટી પેટે મૂકી હતી. 6 વર્ષમાં મેં 38 લાખ ચૂકવી દીધા છે છેલ્લા 4 લાખ બાકી છે તે આપી જાવ છું તેમ ફોન કરતા તેણે કહેલ કે મેં તારું મકાન વેચી નાખ્યું છે તેમજ મારો ભાઈ પરિવાર સાથે રહેતો હોય ત્યાં જઈ ત્રણેયએ મકાન ખાલી કરવા ધમકી આપી હોવાનું જણાવતા PSI જી એસ ગઢવીએ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.