બાલાસિનોર લમ્પી સ્કીન ડીસીઝ જિલ્લાના ૧૨ ગામના ૧૩ પશુઓ અસરગ્રસ્ત થયા
બાલાસિનોર તાલુકામાં 3 ગામના 3 ત્રણ પશુ ઓ
મહીસાગર જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝથી હાલ કોઇપણ પશુનું મરણ થયેલ નથી
સમગ્ર રાજયમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડીસીઝને લઇને રાજયના પશુપાલન વિભાગ સાથે જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યું છે. મહીસાગર જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના બહારથી આવેલ પશુઓના કારણે બે કેસો જણાઇ આવતાં જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ તરત અસરગ્રસ્ત ગામોમાં સારવારની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી.
જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના રોગચાળાથી પશુધનને બચાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓના ગામોમાં પશુઓને રસી મૂકવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત રોગચાળાનું સંક્રમણ ફેલાવા ન પામે તે ગામે જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ગૌશાળાઓમા પણ રસીકરણની કામગીરી કરવામાં શરૂ કરવામાં આવી છે.
આ અંગેની વિગતો આપતાં જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રીએ જણાવ્યું છે કે, જિલ્લાના ૪ તાલુકાઓના ૧૨ ગામોમાં ૧૩ પશુઓ અસરગ્રસ્ત થયા છે જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ૧ ગામના ૧ પશુ. વિરપુર તાલુકાના ૬ ગામના ૭ પશુઓનો બાલાસિનોર તાલુકાના ૩ ગામના ૩ પશુઓનો ખાનપુર તાલુકાના ૨ ગામના ૨ પશુઓનો સમાવેશ થાય છે.
આ તમામ અસરગ્રસ્ત ગામોના પશુઓની રસીકરણ કામગીરી ચાલુ કરવામાં આવ્યુ છે.
વધુમાં મહીસાગર જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર દ્વારા લમ્પી સ્કીન ડીસીઝનું સંક્રમણ ફેલાવા ન પામે તે માટે સમગ્ર મહીસાગર જિલ્લામાં બહારના રાજયમાંથી કે અન્ય જિલ્લામાંથી પશુઓને લાવવા કે ફેરબદલી કરવા તેમજ પશુ બજારો અને પશુ મેળાઓ જેવી કાર્યવાહી ન કરવા માટે જાહેરજનતા ને વિનતી કરેલ છે.
આ ઉપરાંત લમ્પી સ્કીન ડીસીઝનું સંક્રમણ ફેલાવા ન પામે તે માટે પાંજરાપોળો/ગૌશાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છર, ઇતરડીનો ફેલાવો અટકાવવા માટે દવાનો છંટકાવ તથા પશુઓને રાખવાની જગ્યાઓ સ્વચ્છ રાખવા જેવી સૂચનાઓ પશુપાલકોને આપવામાં આવી રહી હોવાની સાથે જિલ્લા વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગ દ્વારા રોગને ઉગતો ડામી દેવા માટેના અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવી જિલ્લાના અસરગ્રસ્ત તમામ પશુઓને સારવાર હેઠળ યુધ્ધના ધોરણે આવરી લેવામાં આવતાં જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના કારણે કોઇપણ પશુનું મરણ થવા પામેલ નથી તેમ ઉમેર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.