પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા માં આવતાં લાકડીયા ગામ ખાતે આર.કે એસ.કે પ્રોગ્રામ તેમજ આંગણવાડી કેન્દ્ર દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડો.નારાયણ સિંગ સાહેબ તેમજ જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રીના પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ લાકડીયા સબ સેન્ટર 1, 2 અને 3 તેમજ લાકડીયા આંગણવાડી કેન્દ્ર નંબર 3 ખાતે એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત કિશોરી મેળાનું અને T3 કેમ્પ યોજવા માં આવ્યો.
આ કાર્યક્રમમા તાલુકા હેલ્થ વિઝીટર યુ .કે .જોશી, આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો.શોભાના, ડો. નેહલ તેમજ એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કીરેન કુમાર પાતર, સી. એચ. ઓ. દિલીપભાઈ પરમાર, અવની રાવલ, ફિમેલ હેલ્થ વર્કર અશ્વિનીબેન પટેલ, તરુલતાબેન મકવાણા અને આંગણવાડી કેન્દ્રના સેજા સુપરવાઇઝર ભૂમિ આહીર તેમજ વર્કર બહેનો અને આશા વર્કર બહેનો તેમજ 100 કિશોરીઓ હાજર રહ્યા હતા.
👉જેમાં ન્યુટ્રીશન તેમજ આઈ. એફ.એ ગોળી વિષે વિસ્તૃત માં માહિતી આપી હતી. જેમાં ખોરાકના છ ઘટકો, લીલા શાકભાજી, મીઠો લીમડો, ગોળ, ખજૂર, સરગવો વગેરે વિષે સમજાવ્યું હતું. તેમજ આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવતા પૂર્ણ શક્તિના પેકેટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી સાથે સાથે વાનગી નિર્દેશન પણ રાખવામાં આવ્યું હતું.
👉જેમાં 60 જેટલી કિશોરી ઓના એચ.બી ચેક કરવા માં આવ્યા હતા.
👉જે કિશોરીના એચ.બી ઓછા હતા તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યુ હતું.
જેમાં કિશોરીઓને સેનેટરી પેડ આપવા માં આવ્યા હતા તેમજ તમામ કિશોરીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાકડીયા આંગણવાડી કેન્દ્રના બહેનો તેમજ લાકડીયા સબ સેન્ટરના આશા બહેનોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.