સરસડી ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન... - At This Time

સરસડી ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન…


ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે આજ રોજ મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના સરસડી પ્રાથમિક શાળા ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે આયોજીત ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા*.

*આ અન્વયે પી.એમ.સ્વનિધિ યોજના, પી.એમ.વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ,ઝુંપડા વીજળીકરણ યોજના,પી.એમ.મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો*.

*ત્યારે આ કાર્યક્રમ મા સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, કડાણા તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કટારા, જિલ્લા મહામંત્રીશ્રી રવજીભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી શ્રી કે પી ડામોર, કડાણા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રીમતિ મંગુબેન, સંતરામપુર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ, ખેતીવાડી સમિતિના અધિકારી શ્રી, પાર્ટીના વડીલ કાર્યકર્તા શ્રી ઘેમભાઈ, અંધારી થી પર્વત ભાઈ ફોજી, અજયપાલ બાપુ, પોપટભાઈ, ઝાલુભાઈ, બકાભાઈ, સહીત પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ, અને મોટી સંખ્યામાં વડીલો, શાળા ના વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ,સહીત અધિકારી ગણ, સ્ટાફ ગણ, અને મોટીસંખ્યામાં, ગ્રામજનો, તેમજ કર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.