પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને આયોજન મંડળની બેઠક યોજાઈ
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને આયોજન મંડળની બેઠક યોજાઈ
ગ્રામ્ય વિકાસના કામો માટે રૂ. ૪ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી
પોરબંદર તા.૨૨, પોરબંદર જિલ્લાના પ્રભારીમંત્રી અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને પોરબંદરની કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
જેમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે ₹૪ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2023-24 ના (વિવેકાઘીન જોગવાઇ(સામાન્ય), (અનુ.જાતી પેટા યોજના), 5% પ્રોત્સાહક, ખાસ પછાત વિસ્તાર ઘેડ, વિવેકાઘીન નગરપાલીકા) વગેરે યોજનાઓમાં વિકાસના ૧૬૦ કામો માટે રૂા.૪ કરોડના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તળેની વિવિઘ જોગવાઇઓ હેઠળ વર્ષ 2018-19 થી વર્ષ 2022-23 ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સંસદસભ્યશ્રીની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી. પ્રભારીમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને વિકાસ લક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં યોજાયેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, શ્રીમતી મંજુબેન વનરાજભાઇ કારાવદરા, ધારાસભ્યશ્રી પોરબંદર, શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, ધારાસભ્યશ્રી કુતિયાણા શ્રી કાંધલભાઇ જાડેજા વગેરે પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ. કલેકટરશ્રી, શ્રી અશોક શર્માએ વિકાસના હાથ ધરાયેલ કામોની રૂપરેખા આપી તેમજ અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી હતી. જિલ્લા આયોજન અધિકારીશ્રી બી.બી.પટેલે સંકલીત માહિતી રજુ કરી હતી. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.