ગઢડામા કમરીબાઈ કન્યાશાળા પાસે બીનઅધિકૃત દબાણ સાથે હેવી ટ્રક પાર્કિંગ હટાવવા તંત્રના આખ આડા કાન!!!!!
હજુ થોડા સમય પહેલા શ્રી *કમારીબાઈ કન્યાશાળા* પાસે બિન અધિકૃત દબાણ અને હેવી ટ્રક પાર્કિંગ ન કરવાનું કહેવા બાબતે દબાણકર્તા માથાભારે શકશો દ્વારા શાળાના આચાર્ય ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ, એ બાબતે ફરજ રૂકાવટની FIR પણ કરવામાં આવેલ.શાળાની દીકરીઓ ના રક્ષણ અને સુરક્ષા માટે એક આચાર્ય તરીકે જાન - માન સહિત પોતાનું સર્વસ્વ જોખમમાં મૂકવા છતાં અને કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં એ લોકો દ્વારા એમની પ્રવૃત્તિમાં કોઈ ફરક પડેલ નથી.અને સ્થાનિક તંત્રથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી લેખિતમાં આધારો સાથે જાણ કરેલ હોવા છતાં ગઢડા નગરપાલિકાના આધીકારી દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા નથી, છેલ્લા દોઢેક મહિનાથી ચીફ ઓફિસર સાહેબને વારંવાર મૌખિક અને ટેલીફોનીક રીતે વિનંતી પૂર્વક આ બનાવો અને ભવિષ્યમાં સંઘર્ષના જોખમ હોવા બાબતની વિનંતીઓ કરવા છતાં દેખીતી રીતે એમના દ્વારા આંખ આડા કાન કરી ખોટા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે.આટલી હદે એક શિક્ષણ સંસ્થા અને એમાં પણ *એક કન્યાશાળા* માં આટલી ગંભીર બાબત હોવા છતાં સ્થાનિક તંત્ર ટાઢા કાન અને આંખ આડા કાન કરશે તો,,,હવે અપેક્ષા કોની રાખવી...?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.