સંતરામપુર ગ્રા. પં.ના વીસીઈઓ દ્વારા ડિફરન્સ ચૂકવવાની માગ - At This Time

સંતરામપુર ગ્રા. પં.ના વીસીઈઓ દ્વારા ડિફરન્સ ચૂકવવાની માગ


સંતરામપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં 40 જેટલા વીસીઇ કામગીરી નિભાવતા હોય છે. જેઓ આવકના દાખલા સહિત વિવિધ પ્રકારની કામગીરી કોમ્પ્યૂટર પર કરતા હોય છે.જેમા આ વીસીઇને કમિશન આપવામાં આવતું હોય છે. 15 માં નાણાપંચની 10% અને ટાઈડ ગ્રાન્ટમાંથી VCEને વાર્ષિક મહતમ રૂ.24000 ફાળવણી કરવામાં આવે તેમ તાલુકા વિકાસ અધિકારીએ તા.20 ફેબ્રુઆરી 2023એ લેખિતમાં પરિપત્ર કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી તેનું અમલીકરણ કરવામાં નહીં આવતાં તમામ તાલુકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી કે દિવાળીની અગાઉ રકમ ચૂકવવામાં આવે તેવી માંગ VCE દ્વારા લેખિતમાં કરવામાં આવી છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.