મહિસાગર બ્રેકિંગ…..
મહિસાગર : કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોરે લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા પંચાયત કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડ અને ગુજરાત રાજ્ય સરકારશ્રી ,પશુપાલન ખાતા ,EMRI GHS દ્વારા સંચાલિત નવીન મોબાઈલ પશુ દવાખાના ને લીલી ઝંડી આપી પશુઓની સેવામાં લોકર્પિત કર્યું.
આ નવીન પશુ દવાખાના ના લોકાર્પણ થી અંતરિયાળ વિસ્તારના ૧૦ ગામો ના પશુપાલકો ને સરકારશ્રી ની સેવાઓનો લાભ મળશે.
હવે પશુપાલકો ને ડોકટર શોધવા જવાની જરૂર નથી માત્ર ૧૯૬૨ નંબર ઉપર કોલ કરવાથી માત્ર ૩૦ મિનીટમાં મોબાઈલ વાન તમારા આંગણે હાજર થશે.
દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જે રીતે આપણા સૌની ચિંતા કરે છે એવી જ રીતે પશુઓ અને પશુપાલક ની પણ ચિંતા કરી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, પશુપાલન અધિકારીશ્રી ,જિલ્લાના મહામંત્રી શ્રી રાવજીભાઈ પટેલ,અગ્રણીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.