આણંદ કૃષિ યુનિવર્સિટીમાં 2022-23માં કરેલા સંશોધનથી ખેડૂતોને ઘાસચારા માટે થશે ફાયદો.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022-23 દરમ્યાન કરવામાં આવેલ સંશોધન કાર્યોની સમીક્ષા તારીખ 25મી એપ્રિલથી 10મેના સમયગાળા દરમ્યાન ઓન-લાઇન આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી હતી. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી સહિત રાજ્યની અન્ય 4 કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધન પર ચર્ચા કરાઇ હતી.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીમાં ચાલતા નવા કૃષિ સંશોધનો થકી ખેડૂતો માટે જુદા જુદા પાકોની 26 નવી જાતો ઘણા વર્ષોના સંશોધનો કર્યા બાદ વિકસાવવામાં આવી છે. જેમાં જુવારની બે, કેળાંની બે, હાઇબ્રીડ ભીંડાની બે, કાકડીની 1 તથા મગ સહિત વિવિધ પાકોની જાત વિકસાવવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કેબી કથીરિયાએ જણાવ્યું હતું કે તમામ નવી જાતને વિકસાવવામાં ઓછામાં ઓછો 5 વર્ષ તથા વધુમાં 12 થી 13 વર્ષનો સમયગાળો થાય છે. ખેડૂતો માટે કેળાંની 2 નવી જાત વિકસાવી છે તે વધુ ફાયદા કારક રહેશે. તદઉપરાંત ઘાસચારા માટે મકાઈની જાત વિકસાવવામાં આવી છે. કુલપતિઓ, સંશોધન નિયામકો, લાઇન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ તથા કૃષિ વૈજ્ઞાનિકો વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા.
અને એક્સપર્ટ દ્વારા વધુ વિગતે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ 26 પાકની નવી જાતને રાજ્યની સ્ટેટ વેરાયટી રીલીઝ કમીટીમાં રજુ કરવામાં આવશે. રજૂ કર્યા બાદ સારા ઉત્પાદન, રોગ અને જીવાત સામે રક્ષણ ધરાવતી પાકની જાતો ખેડૂતો સુધી પહોંચે તે માટે માન્યતા મળ્યા બાદ ખેડૂતો માટે બિયારણનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. બેઠકમાં, વૈજ્ઞાનિકો માટે 159 જેટલી ભલામણો તેમજ જુદી જુદી કમિટીઓ દ્વારા નવા 520તાંત્રિક પ્રોગ્રામો મંજુર કરવામાં આવેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.