છતના પોપડા વખૂટી જતાં સળિયા દેખાતાં નવા બનાવવા માંગ
પ્રાંતિજના તાજપુર કુઈની પ્રાથમિક શાળામાં ઓરડા જર્જરિત બનતાં છતના પોપડા વખુટી જતાં સળિયા દેખાવા લાગ્યા છે. શાળામાં ધો 1 થી 5 ના બાળકો અભ્યાસ કરે છે. ત્યારે બંને ઓરડાની છત જર્જરિત થતાં બાળકોનું ભાવિ અધ્ધર તાલ રહેવા પામ્યું છે. સત્વરે બંને ઓરડાઓ નવીન બનાવવાની માંગ ઉઠવા પામી છે. આ અંગે શાળાના જૂથ મંત્રી ઉષાબેનને પૂછતાં જણાવ્યું હતું કે અમો શિક્ષણ ખાતામાં ડી પી ઓ અને ટી પી ઓમાં ફાઈલ અને લેખિત પણ આપ્યું છે. છતાં શિક્ષણ ખાતાના અધિકારીઓ ધ્યાન ન દોરતાં બાળકોના માથે જોખમ ઉભું થયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.