અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે ગઢડા અને બરવાળા તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
અનુસુચિત જાતિના યુવક-યુવતીઓએ ફોર્મ મેળવી તા.૨૧ ઓક્ટોબરે બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં ફોર્મ પહોંચતું કરવાનું રહેશે
શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનો અંગે સમજ અપાશે
શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
રાજ્ય સરકારશ્રીએ દ્વારા અનુસુચિત જાતિના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા તાલુકામાં અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે.
બોટાદ જિલ્લાના બરવાળા અને ગઢડા તાલુકાકક્ષાએ યુવક-યુવતીઓ માટે નિયત સ્થળે ૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર નવેમ્બર માસમાં યોજવામાં આવશે. આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનો અંગે જ્ઞાન આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકારશ્રી ભોગવશે. ભાગ લેવા ઈચ્છુક ૧૫થી ૩૫ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા અનુસુચિત જાતિના યુવક-યુવતીઓએ ફોર્મ મેળવી તા.૨૧ ઓક્ટોબરે બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા રમતગમત કચેરી, જિલ્લા સેવા સદન એ/એસ/૧૩ ખસ રોડ, બોટાદ ખાતે પહોંચતું કરવાનું રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીય
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.