મહીસાગર SOGએ આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો - At This Time

મહીસાગર SOGએ આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટના ગુનામાં નોંધાયેલ ફરિયાદનો નાસતો ફરતો આરોપીને મહીસાગર જિલ્લા SOG પોલીસે રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના ફાલના ગામે મહારાજા સિમેન્ટ ફેકટરી ખાતેથી બાતમી આધારે ઝડપી પાડ્યો હતો.

મહીસાગર SOGએ આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. એમ.એસ.ભરાડા તથા મહીસાગર જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટે ગુમ-અપહરણ થયેલા બાળકો તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપલ હતી. જે અનુસંધાને મહીસાગર એસ.ઓ.જી પોલીસે અલગ અલગ ટિમો બનાવી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, બાકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ મુજબના ગુનામાં સંડોવાયેલો રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ગોગુન્દા તાલુકાના નદેશમાં (વેર કી ભાગલ) ગામનો રહેવાસી આરોપી રાજેશ ઉર્ફે રાજુસીંગ વજેસીંગ રાજપૂત જે હાલ રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના ફાલના ગામે મહારાજા સિમેન્ટ ફેકટરી ખાતે મજૂરી કામ કરે છે. તેવી બાતમી મળતા મહીસાગર SOG દ્વારા ટીમ બનાવી રાજસ્થાન રાજ્યમાં બતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ ગુનાનો આરોપી રાજેશ ઉર્ફે રાજુસીંગ વજેસીંગ રાજપૂત હાજર મળી આવતા તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા બાકોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.