જસદણ ચોટીલા હાઈવે ઉપરના પુલની રેલીંગ કરવા લોક માંગણી - At This Time

જસદણ ચોટીલા હાઈવે ઉપરના પુલની રેલીંગ કરવા લોક માંગણી


જસદણ ચોટીલા હાઈવે ઉપર ડુંગરપુર હનુમાનજી મંદિર નજીક જસદણ અને બાખલવડ ગામ વચ્ચેના સ્ટેટ હાઇ વે ઉપરના પુલ ઉપર બંને બાજુ રેલિંગ નથી. સતત ટ્રાફિકથી ધમધમતા આ પુલ ઉપર રેલિંગ નહીં હોવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ નીચે પડી જવાથી મોટો અકસ્માત થવાની શક્યતા છે. અંદાજે બે અઢી વર્ષથી આ પુલ રેલિંગ વિહોણો છે. બાખલવડ, પોલારપર, કમળાપુર, કડુકા, મદાવા સહિતના અનેક ગામડાઓમાંથી હજારો લોકો દરરોજ આ પુલ ઉપરથી પસાર થઈને તાલુકા મથક જસદણ ખાતે આવે છે. આ ઉપરાંત જસદણ થી ચોટીલાને જોડતો પણ આ પુલ છે. પુલ ઉપર રેલિંગ નહીં હોવાથી પશુઓ, વાહનચાલકો સહિતના લોકોની નીચે પડી જવાની અને મોટો અકસ્માત થવાની શક્યતા છે. અંદાજે પચીસ ફૂટ ઊંચા આ પુલ નીચે નદીમાં પાણી નથી પરંતુ કોઈ પડી જાય તો જીવલેણ બનાવ થવાની ભીતી છે. કોઈ મોટો બનાવ બને તે પહેલા આ પુલની રેલિંગ ફીટ કરવામાં આવે તેવી લોકોની માગણી છે.

Report Dharmesh Kalyani

સમાચાર, જાહેરખબર, અવસાન નોંધ, જન્મદિવસ નોંધ આપવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટ ધીસ ટાઇમ ન્યુઝ જસદણ - આટકોટ - વીંછિયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.