અમદાવાદ: વહેલી સવારે માણેકચોકમાં નાશભાગ મચી ગઈ, આગમાં મોટું નુકસાન
વિશાલ બગડીયા સિનિયર રિપોર્ટર 9925839993
વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આગ લાગી હતી. જ્યારે આગ બાજુની દુકાનમાં પણ પ્રસરી હતી. બન્ને દુકાનોમાં આગને કારણે લાખોનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.
અમદાવાદ: શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ખરીદી માટે જાણીતા માણેકચોક બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી હતી. વહેલી સવારે લગભગ ચાર વાગ્યા આસપાસ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આગ લાગી હતી. માણેકચોક પી એ સાબુવાલાની દુકાનમાં આગ લાગી હતી. જ્યારે આગ બાજુની દુકાનમાં પણ પ્રસરી હતી. જ્યારે બન્ને દુકાનોમાં આગને કારણે અંદાજે 15 લાખનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે. જ્યારે ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
