રાજકોટ થી વીંછિયા વેચાણ અર્થે વિદેશી દારૂ આવ્યો : તંત્ર એ રસ્તામાં ચેકીંગ કર્યું હશે ?
રાજકોટ થી વીંછિયા વેચાણ અર્થે વિદેશી દારૂ આવ્યો : તંત્ર એ રસ્તામાં ચેકીંગ કર્યું હશે ?
વીંછિયા પોલીસને માહિતી મળતાં ભાભલુભાઈ આપાભાઈ ખાચરે પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમા વીંછિયા તાલુકાના મોટા હડમતીયા ગામે મકાઈના વાવેતરમાં વિદેશી દારૂ રાખેલ છે જ્યાં પોલીસે રેઇડ દરમિયાન ROYAL CHALLENGEPREMIUM SELECT WHISKY “FOR S ALE IN U.T. CHANDIGARH ONLY" 75 PROOF 42.8% V/V 750 ml ની બોટલ નંગ-૨૨૮ જેની કી.રૂ.૧,૧૮,૫૬૦/- તથા Mc DoweII's No1 COLLECTION WHISKY ORIGINAL "FOR SALE | N UT. CHANDIGARH ONLY" 75 PROOF 42.8% V/V 750 ml ની બોટલ નંગ-૧૫૧ જેની કી.રૂ. ૪૫૩૦૦/- તથા KINGFISHER STORM PREMIUM BEER 8% v/v ૫૦૦ ml ના બીયર ટીન નંગ-૬૨ જેની કી.રૂ.૬૨૦૦/- તથા સેમસંગ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ કી.રૂ.૫૦૦૦/- એમ કુલ મુદામાલ કી.રૂ.૧,૭૫,૦૬૦/ - સાથે ઈસમ વાડી માલીક હાજર મળી આવેલ તેમજ રાજુભાઈ સાદુળભાઈ સોનારા હાલ રહે રાજકોટ ખોડીયાર નગર આજીડેમ પાસે મૂળ રહે મોટા હડમતીયા તેમની પાસે થી મંગાવતા આપી ગયેલ જેઓ રેઇડ દરમિયાન હાજર ન મળી આવતા ધરપકડ બાકી અને બંને ઇસમો વિરુદ્ધ એક્ટ કલમ-૬૫(એ)(ઈ),૧૧૬(બી),૮૧ મુજબનો ગુન્હો કરતા ઉપરોક્ત મુદા માલ કબ્જે કરી પોલીસે આગળની કાયૅવહી વીંછિયા પોલીસે હાથ ધરી હતી. અને રાજકોટ થી લાખો રૂપિયાનો દારૂ વીંછિયા ખાતે આવતા રસ્તા માં ચેક પોસ્ટ દરમિયાન જવાબદાર તંત્રની નબળાઈ સામે આવી છે જ્યારે ગુજરાતમાં દારૂ બંધી હોય અને આટલા બધા રૂપિયાનો દારુ વીંછિયા આવતા ખૂબ બેદરકારી સામે આવી હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.