ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 10-10 કેસ આવ્યા
શહેરમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસ હજુ બે સપ્તાહ સુધી વધશે ત્યારબાદ ઘટાડો આવશે
મચ્છરજન્ય રોગની સિઝનમાં રાજકોટ શહેરમાં સામાન્ય રીતે સૌથી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાય છે ત્યારબાદ મલેરિયા અને બાદમાં ઘણા ઓછા કેસ ચિકનગુનિયાના નોંધાતા હોય છે. જોકે આ વખતે ડેન્ગ્યુ જેટલા જ ચિકનગુનિયાના કેસ આવી રહ્યા છે. આ વખતે ચિકનગુનિયા વકરશે તેવી તો સ્થિતિ ઊભી થઈ છે કે કેમ તે અંગે આરોગ્ય અધિકારીને પ્રશ્ન કરાતા તેઓએ જણાવ્યું હતું કે, હવે મનપા જ સામેથી ટેસ્ટ કરી રહી છે એટલે કેસ વધ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.