પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા અમદાવાદ, સાબરમતી સ્ટેશન રીડેવલપમેન્ટ પ્લાન તથા હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ ના ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું.
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર બે દિવસ માટે અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી હતી, જે દરમિયાન આજે 04 ડિસેમ્બર 2022ના રોજ સાબરમતી અને અમદાવાદ હાઈ સ્પીડ રેલ (HSR) સ્ટેશનોની સાઈટની મુલાકાત લીધી હતી અને મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી,
આ સમયગાળા દરમિયાન મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ તરુણ જૈન અને વિભાગોના વડાઓ, પશ્ચિમ રેલ્વે અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અને ચીફ પ્રોજેક્ટ મેનેજરની ઑફિસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા,
અમદાવાદ સ્ટેશન ઉપર એક એસેમ્બલીનું
આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ અંગેની રીડેવલપમેન્ટ યોજનાને પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવી હતી અને સાબરમતી સ્ટેશન રીડેવલપમેન્ટ યોજનાનું પ્રેઝન્ટેશન ચીફ પ્રોજેક્ટ મેનેજર (CPM) દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું,
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અને ચીફ પ્રોજેક્ટ મેનેજર (I) દ્વારા અમદાવાદ સ્ટેશન પર હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામો પર પ્રકાશ પાડવામાં આવ્યો, આ દરમિયાન, જનરલ મેનેજર મિશ્ર દ્વારા નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (HSR) પર પૂર્ણ થયેલ અને ચાલુ માળખાકીય (ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ) કામોનું નિરીક્ષણ કર્યું અને આગામી સાબરમતી HSR સ્ટેશનનું સ્કેલ મોડલ (લઘુચિત્ર મોડેલ) પણ જોયું તેમને અધિકારી ઓ દ્વારા પ્રોજેક્ટમાં થયેલા વિવિધ વિકાસ અને પ્રગતિ વિશે માહિતી આપવામાં આવી હતી,
જનરલ મેનેજર મિશ્રએ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે પેસેન્જર સુવિધાઓ અને ડિવિઝનમાં થયેલા વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી હતી અને તેને લગતા એકશન પ્લાન અંગે ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું હતું કે ખર્ચ અને સમયના વધારાને ટાળવા માટે ચાલી રહેલા પ્રોજેક્ટના કામોને નિર્ધારિત લક્ષ્ય તારીખની અંદર પૂર્ણ કરવા અત્યંત આવશ્યક છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.