નારી વંદના ઉત્સવ સાહસિકતાથી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણએટલે કાટવાડના કિરણબેન
પાંચ ધોરણ પાસ કિરણબેન પશુપાલન થકી આત્મનિર્ભર બન્યા
********
કિરણબેન વાઘેલા વડાપ્રધાનશ્રી સાથેના પોતાના સંવાદને અનેક મોટી ડીગ્રીઓ કરતા મોટી ઉપલબ્ધિ માને છે
*********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાટવાડના ૩૮ વર્ષિય મહિલા પશુપાલક કિરણબેન લખીચંદ વાઘેલા પશુપાલન થકી આત્મનિર્ભર બની પોતાના પરિવારની જવાબદારીઓ સુપેરે વહન કરી રહ્યા છે. મહિલા સશક્તિકરણની વાત હવે વાત નહીં પરંતુ વાસ્તવિકતા બની છે નારી વંદન સપ્તાહમાં આજે વાત છે કિરણબેનની.
કિરણબેન જણાવે છે કે તેઓ ધોરણ પાંચ સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ આજે તેમને પોતાના ઉપર ગર્વ છે કે તેઓ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે સંવાદ કર્યો હતો. જેમને મળવા માટે વિશ્વના મોટા મોટા નેતાઓએ અપોઈન્ટમેન્ટ લઈને પણ મળી શકાતા નથી તેવા દિગ્ગજ વિશ્વ નેતા જ્યારે એક ઓછું ભણેલી પશુપાલક મહિલાને વાત કરી સન્માનિત કરે ત્યારે તે અનેક ડિગ્રીઓ કરતા મોટી ઉપલબ્ધિ બની રહે છે. તેવું કિરણબેન ગર્વ સાથે કહી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં ૨૮ જૂલાઇના રોજ સાબરડેરીની મુલાકાત સમયે પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કર્યો જેમાં કિરણબેન ખાંટનો સમાવેશ થાય છે.
કિરણબેન જણાવે છે કે, મારા પરિવારમાં પતિ અને ત્રણ સંતાનો છે. છેલ્લા આઠ વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલ છું. પશુપાલન થકી આજે મહિને ૪૦ થી ૫૦ હજાર કમાઈ શકે છે. હું પોતે જ પશુપાલન કરૂ છું. બાળકો અભ્યાસ કરે અને પતિ તેમનો પોતાનો ધંધો સંભાળે છે. તેથી પશુપાલનમાં તેમને કોઇની મદદ મળતી નથી. જેથી હાલમાં તેમની પાસે ચાર ગાય, એક ભેંસ, ત્રણ પાડી અને ૬ વાછરડીઓ છે.
તેઓ દિવસનું ૭૦ લીટર દૂધ ડેરીમાં ભરાવે છે અને તેમની ટૂંકી જમીન એટલે કે માત્ર બે વીઘા જમીનમાં આ પશુપાલન થકી આર્થિક સધ્ધરતા મેળવી છે. પશુપાલનને નાનો વ્યવસાય સમજવો એ આજે પરવડે તેમ નથી. ટૂંકી જમીન ધરાવતા પરિવારો માટે પશુપાલનએ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત બની રહ્યો છે.
વધુમાં તેઓ જણાવે છે કે, પશુઓની પોતાની ઓલાદની જેમ ખૂબ જ પ્રેમથી માવજત કરી રહ્યા છે. જેના થકી પોતે પગભર તો બન્યા છે આજ પશુઓના કારણે વડાપ્રધાનશ્રી સાથે વાત કરવાનો મોકો મળ્યો છે. જેનાથી પોતાની જાતને ગર્વાનવિત અનુભવે છે. પશુપાલનની સાથે તેઓ તેમના ગામમાં લેડીઝ મટીરીયલની એક નાનકડી દુકાન પણ સંભાળે છે
કિરણબેન કહે છે કે હાલના સમાજમાં આર્થિક-સામાજિક વ્યવહારો સાચવવા માટે પતિ-પત્ની બંનેએ કમાવું ખુબ જ જરૂરી છે અને તો જ સારી રીતે જીવન નિર્વાહ થઈ શકે છે. પોતાના જેવા ઓછું ભણેલી મહિલાઓને સારી નોકરી શોધવી લગભગ અશક્ય જ છે. પરંતુ જો મહિલાઓ આ દુધના વ્યવસાયમાં જોડાઇને સારી રીતે પશુપાલન કરી આત્મનિર્ભર બની વડાપ્રધાનશ્રીના સ્વપ્નને હકીકત બનાવી શકે છે. આ સાથે અમને સાબર ડેરી અને અન્ય સંસ્થાઓ મારફતે પણ પશુપાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓની સમજણ આપવામાં આવી છે જે અમારા વ્યવસાયમાં ખૂબ જ લાભદાયી નીવડે છે.
સાબરકાંઠા
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.