રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વોલ પેઈન્ટિંગ ડ્રાઈવ” યોજાઈ.
રાજકોટ શહેર તા.૨૩/૯/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઇજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭/૯/૨૦૨૪ થી તા.૨/૧૦/૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૨૩/૯/૨૦૨૪ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની વિવિધ થીમ પર શહેરની ૨૦ થી વધારે જગ્યા પર વોલ પેઈન્ટિંગ (મ્યુરલ) કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવા કામગીરી કરવામાં આવેલ. શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં સ્વચ્છતા થીમ પર વોલ પેઈન્ટીંગ કરી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને જાહેરમાં ગંદકી ન કરે તે માટે નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.