મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ ફરમાંવતુ જાહેરનામું - At This Time

મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ ફરમાંવતુ જાહેરનામું


મહીસાગર જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહા કુમારીએ કોઇ પણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો કે તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ ધ્વારા અથવા તેઓની સહમતિથી બીજા કોઇપણ વ્યકિત ધ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઇ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. લોકસભા ચૂંટણી-૨૦૨૪ લડતા દરેક ઉમેદવાર મતદાનના દિવસે ઉમેદવારે પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પૂરતું એક વાહન ,ચૂંટણી એજન્ટ પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પુરતું એક વાહન,આ ઉપરાંત યથાપ્રસંગ ચૂંટણી એજન્ટ અથવા કાર્યકરો અથવા તેના પક્ષના કાર્યકરોના ઉપયોગ માટે પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક વાહન વાપરવા હકકદાર રહેશે
ઉપયોગમાં લેવાનાર વાહન ઉમેદવારે તેના સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસે નોંધણી કરાવવાનું રહેશે અને નોંધણી કરાવેલ વાહનની પરમીટ મેળવી તે અસલ પરમીટ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાની રહેશે,મતદાનના દિવસે જો ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ પોતાના ઉપયોગ માટે મંજૂરી માટે અપાયેલ વાહન અન્ય કોઈ વ્યક્તિઓ દ્રારા વાપરી શકાશે નહિ,આ ઉપરાંત સ્પષ્ટતા કરવાની કે ઉમેદવાર કે તેના એજન્ટ અથવા પક્ષના કાર્યકરો કે કાર્યકરો માત્ર બેત્રણ/ચાર પૈડાવાળા વાહનો દા.ત. મોટરકાર(દરેક પ્રકારની) ટેક્ષી કે ઓટોરીક્ષા અને બે પૈડાવાળા વાહનોનો જ ઉપયોગ કરી શકશે. આ ચાર પૈડાવાળા વાહનોમાં ડ્રાઈવર સહિત પાંચ કરતા વધારે વ્યક્તિઓ બેસી શકશે નહી, "વાહનોનો અર્થ" પરિવહનના હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા યંત્ર શક્તિ થી કે અન્ય રીતે ચાલતા કોઈ પણ પ્રકારના વાહનોનો સમાવેશ થાય છે.
હોસ્પિટલ વાન, એમ્બ્યુલન્સ વાન, દુધ વાહન,પાણી ટેન્કર વાહન, ઈલેકટ્રીસીટી બોર્ડના ઈમરજન્સી વાહનો ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી/કર્મચારીઓ તથા પોલીસ અધિકારી/કર્મચારીઓના વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.