રાણપુર-ધંધુકા રોડ પર ફોરવ્હિલરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતાં આગ પર કાબુ મેળવતી બોટાદ ફાયર વિભાગની ટીમ
બોટાદ જિલ્લામાં આગ લાગવાની ઘટના બને એટલે કોઇપણ વ્યક્તિ ફાયર વિભાગને ફોન કરીને જાણ કરતું હોય છે, ત્યારે તા.૪ માર્ચ, ૨૦૨૪ના રોજ રાત્રીના ૭:૪૦ કલાકે રાણપુર-ધંધુકા રોડ પર, રાણપુર નજીક એક વેગેનાર ફોરવ્હિલરમાં શોર્ટ સર્કિટના લીધે અચાનક આગ લાગવાની ઘટના બની હતી જે અંગેની જાણ બોટાદ ફાયર વિભાગને થતા તરત જ ફાયર વિભાગના ગોપાલકુમાર,નિલેશભાઇ, સહદેવભાઇ અને અશોકભાઇ સહિતનની ટીમ તાબડતોબ ઘટના સ્થળ પર પહોંચીને અંદાજે ૫ હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેમા સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.