સુરેન્દ્રનગર-વઢવાણમાં બે કલાકમાં બે ઇંચ જેટલા વરસાદથી જળબંબાકાર - At This Time

સુરેન્દ્રનગર-વઢવાણમાં બે કલાકમાં બે ઇંચ જેટલા વરસાદથી જળબંબાકાર


- સુરેન્દ્રનગર શહેરમાં ધોધમાર વરસાદથી ફરી ઠેર ઠેર પાણી ભરાઇ ગયાસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ સહિતના વિસ્તારોમાં શનિવારે મોડી સાંજે છથી આઠ વાગ્યા દરમિયાન બે ઈંચ વરસાદ થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાઇ પડયા હતા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસથી મેઘાવી માહોલ છવાયો છે. શુક્રવારે અડધાથી પોણા પાંચ ઈંચ વરસાદ પડયા બાદ ગઈકાલે શનિવારે જીલ્લાનાં ૬ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.  સૌથી વધુ લખતર તાલુકામાં અડધો ઈંચ વરસાદ નાંધાયો હતો. જ્યારે સાંજના ૬ વાગ્યા પછી સુરેન્દ્રનગર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, સુરેન્દ્રનગર જીલ્લામાં ગઈકાલે પણ વરસાદી માહોલ રહ્યો હતો. ચોટીલા તાલુકામાં સામાન્ય ૧ મી.મી, થાનગઢ તાલુકામાં-૭ મી.મી, લખતર તાલુકામાં અડધા ઈંચથી વધુ ૧૮ મી.મી, લીંબડી તાલુકામાં ૪ મી.મી, અને વઢવાણ તાલુકામાં ૪ મી.મી, વરસાદ સાંજના ૬ વાગ્યા સુધીમાં નોંધાયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં સાંજના ૬ વાગ્યા પછી અચાનક વાતાવરણ ગોરંભાતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વિજળીના કડકા સાથે વરસાદ તુટી પડતા શહેરનાં મુખ્ય માર્ગો, નિચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાતા લોકો-વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. હાલમાં પણ (આ લખાય છ ત્યારેે) ભારે વરસાદ વરસી રહ્યો છે.   


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.