શેરડીના ટેકાના ભાવથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને શુગર મિલોને કોઇ ફાયદો નહિં

શેરડીના ટેકાના ભાવથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને શુગર મિલોને કોઇ ફાયદો નહિં


- છેલ્લા
બે વર્ષથી ખાંડની લઘુત્તમ કિંમત વધી નથી તે વધે તો જ અઢી લાખ ખેડૂતોને ફાયદો થઇ શકે
છે      સુરતકેન્દ્ર
સરકારે શેરડીના જાહેર કરેલા ટેકાના ભાવ કરતા તો દક્ષિણ ગુજરાતની શુગર મિલો વધુ ભાવ
ચૂકવે છે. શેરડીના ટેકાના ભાવના બદલે ખાંડની લઘુતમ કિંમત પ્રતિ કિલો રૃા.૩૧ છે
તેમાં વધારો કરવામાં આવે તો જ દક્ષિણ ગુજરાતના અઢી લાખ ખેડૂતોને ફાયદો થઇ શકે છે.
છેલ્લા બે વર્ષથી આ લઘુત્તમ કિંમતમાં વધારો કરાયો નથી. તાજેતરમાં
જ કેન્દ્ર સરકારે શેરડી વેચાણના ટેકાના ભાવ જાહેર કરતા દક્ષિણ ગુજરાતમાં શેરડી
પકવતા ૨.૫૦ લાખ ખેડુતોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. પરંતુ આ ભાવને લઇને શેરડી
પકવતા ખેડુતો તથા શુગર ફેકટરીના હોદેદારો જણાવે છે કે શેરડી વેચાણના ટેકાના ભાવથી
ખેડુતો કે શુગર ફેકટરીઓને કોઇ ફાયદો થવાનો નથી. ગત વર્ષે જે શેરડીના ભાવો શુગર
ફેકટરીએ જાહેર કર્યા હતા. તે ભાવો કેન્દ્ર સરકારના ટેકાના ભાવ કરતા વધુ ભાવો
ખેડુતોને આપ્યા હતા.હકીકતમાં
કેન્દ્ર સરકારે એકસપોર્ટ પોલીસીમાં સુધારો કરીને નિયંત્રણો હટાવી લે અને ખાંડની
લઘુતમ વેચાણ કિંમત વધારી દે તો જ ખેડુતોને ફાયદો થશે. ટુંકમાં શેરડીના ટેકાના ભાવ
કરતા ખાંડની લઘુતમ કિંમત વધારવામાં આવે તો જ ખેડુતોને ફાયદો થઇ શકે તેમ છે. આ અંગે
દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના માજી પ્રમુખ જયેશ પટેલે કેન્દ્ર સરકારમાં રજુઆત કરી
હતી કે સુગર મિલોની લગભગ ૮૫ ટકા આવક ફકત ખાંડના વેચાણથી પ્રાપ્ત થાય છે. ત્યારે
કેન્દ્ર સરકારે જુન-૨૦૧૮ થી ખાંડની લઘુતમ વેચાણ કિંમત નક્કી કરી છે. જેમાં છેલ્લે
ફેબુ્રઆરી-૨૦૧૯માં વધારીને પ્રતિ કિલો રૃા.૩૧ કરાઇ હતી. ત્યારબાદ ખાંડની વેચાણ
કિંમતમાં કોઇ વધારો કરાયો નથી. હાલ રૃા. ૩૧ ના બદલે પ્રતિ કિલો રૃા.૩૭ કરાઇ તો
ખેડુતોને શુગર ફેકટરીઓને ફાયદો થાય તેમ છે. શુગર
મિલોના ૨૦૨૧ના ભાવ

શુગર
મિલ ભાવ( પ્રતિ ટન)

ગણદેવી  રૃા.૩૯૬૧

બારડોલી રૃા.૩૭૬૩

સાયણ    રૃા.૩૬૩૧

મહુવા    રૃા.૩૫૦૫

મઢી      રૃા.૩૪૭૦

ચલથાણ રૃા.૩૪૬૬

કામરેજ   રૃા.૩૩૫૭

પડવાઇ   રૃા.૩૩૫૦

નોંધ : આ ભાવ સાથે શેરડી અને કાપણી
વાહતુકના ભાવ પણ સામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »