સુરત: ખાડી પુરની આફતને કેટલાક લોકોએ કમાવાનો ધંધો બનાવી દીધો
- નોકરી પર જનારા લોકો પાસે રોડ ક્રોસ કરાવવાના વ્યક્તિ દીઠ 20 થી 50 રૂપિયા વસુલાયા - કાંગારુ સર્કલ થી ગોડાદરા વચ્ચે ખાડી ઓવર ફ્લો થતા રસ્તા પર ચાર ફૂટ જેટલા પાણી ભરાતા નોકરી-ધંધા જનારા લોકોને હાલાકી સુરત,તા.17 ઓગષ્ટ 2022,બુધવારસુરતમાં ખાડી પુરની આફત થી લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ કેટલાકે લોકો ની મજબૂરી નો ગેરલાભ ઉઠાવીને પાણી ભરાયેલા રસ્તો ક્રોસ કરવાનો ધંધો બનાવી દીધો છે. કાંગારુ સર્કલ થી ગોડાદરા વચ્ચે પાણી ભરાયેલા રસ્તો ક્રોસ કરાવવા લારી- સાયકલવાળાઓએ વ્યક્તિ દીઠ 20 થી 50 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. સુરતમાં બે દિવસથી ખાડી પુર ની સ્થિતિ છે અને હજારો લોકો ખાડી પુરની ઝપેટમાં આવી ગયાં છે. આવા સમયે પાલિકા તંત્ર અને કેટલીક સામાજિક સંસ્થાઓ પુરમાં ફસાયેલા લોકોની મદદ કરી રહી છે તો બીજી તરફ કેટલાક લોકો પુરમાં ફસાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને રોકડી કરવાનું કામ શરુ કરી દીધું છે. કાંગારૂ સર્કલ થી ગોડાદરા તરફ જતા રસ્તા પર ખાડી ઓવર ફ્લો થતા આ વિસ્તારના રોડ પર ચારેક ફુટ જેટલા પાણીનો ભરાવો થઈ ગયો છે. આ પાણીના ભરાવાના કારણે લોકો પોતાના નકારી ધંધે જઈ શકતામા મુશ્કેલી અનુભવી રહ્યાં છે. બાઈક જેવા વાહનો આ પાણીમાં ચાલતા ન હોવા ઉપરાંત અન્ય લોકો પગપાળા જાય છે તેઓ માટે પણ ચાર ફુટ જેટલું પાણી ભરેલો રસ્તો ક્રોસ કરવાે મુશ્કેલ બની ગયો છે. લોકોને નોકરી ધંધે જવા માટે પાણી ભરેલો રસ્તો ક્રોસ કરવા માટે કોઈ વિકલ્પ ન હોવાથી કાપડ માર્કેટમાં લારીઓ ચલાવનારાઓ આ જગ્યાએ પહોંચી ગયાં છે. તેઓ લોકોને રસ્તો ક્રોસ કરાવવા માટે વ્યક્તિ દીઠ 20થી 50 રૂપિયા વસુલી રહ્યાં હોવાની વ્યપાક ફરિયાદ ઉઠી છે. લોકો સમય પર નોકરી ધંધે પહોંચવા માટે ઉતાવળા બન્યા છે તેનો ફાયદો આ સાયકલવાળાઓ ઉઠાવી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.