બિલ્કિસ કેસ:ગુજરાત સરકાર વિરુદ્ધની ટિપ્પણી દૂર કરવાનો સુપ્રીમનો ઈનકાર
ગુજરાત સરકારની એક અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી છે, તેમાં બિલ્કિસ બાનો કેસ સાથે જોડાયેલી સુનાવણી દરમિયાન રાજ્ય વિરુદ્ધ કરાયેલી કેટલીક ટિપ્પણીઓ અંગે ચુકાદાની સમીક્ષા કરવા દાદ મગાઈ હતી. સુપ્રીમકોર્ટે બિલ્કિસ બાનો કેસમાં 11ને સજામાં છૂટ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય રદ કરવા સાથે ગુજરાત સરકારને આકરી ફટકાર પણ લગાવી હતી અને અનેક ટિપ્પણીઓ પણ કરી હતી. ટ્રેનકાંડ કેસ: સુપ્રીમે કહ્યું હવે વધુ મુલતવી નહીં
સુપ્રીમકોર્ટે ગુરુવારે કહ્યું કે ગોધરા ટ્રેન કાંડ કેસમાં ગુજરાત સરકાર અને અનેક દોષિતો તરફથી દાખલ થયેલી અપીલો પર 15 જાન્યુઆરીએ સુનાવણી કરશે. સાથોસાથ સ્પષ્ટ કર્યું કે આગામી સુનાવણી મુલતવી નહીં રખાય. 27 ફ્રેબ્રુઆરી, 2002એ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને આગને હવાલે કરી દેવાયો હતો, જેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. ગુજરાત હાઈકોર્ટના ઓક્ટોબર 2017ના ચુકાદાને પડકારતી સુપ્રીમકોર્ટમાં અનેક અપીલ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે 11 દોષિતોની સજા મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવી દીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.