ગુરૂગ્રામ: શાળાના ટોયલેટમાં થયેલી 7 વર્ષના બાળકની હત્યા મામલે કોર્ટનો મહત્વનો નિર્ણય - At This Time

ગુરૂગ્રામ: શાળાના ટોયલેટમાં થયેલી 7 વર્ષના બાળકની હત્યા મામલે કોર્ટનો મહત્વનો નિર્ણય


- 2017માં ગુરૂગ્રામની એક ખાનગી શાળામાં 7 વર્ષના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતીગુરૂગ્રામ, તા. 13 જુલાઈ 2022, બુધવારગુરૂગ્રામની ખાનગી શાળામાં વર્ષ 2017માં થયેલી હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આરોપી વિદ્યાર્થીને સગીર ગણાવ્યો છે અને પુખ્ત વય તરીકે તેની સામે કાર્યવાહી કરવાનો ઈનકાર કરીને અરજી ફગાવી દીધી છે2017માં ગુરૂગ્રામની એક ખાનગી શાળામાં 7 વર્ષના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. જેમાં તે શાળાના સિનિયર વિદ્યાર્થીનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ શાળાના ટોયલેટમાં 7 વર્ષની માસૂમની હત્યા કરવામાં આવી હતી. ત્યાંથી જ માસૂમ બાળકની લાશ મળી આવી હતી.હવે આ અંગે એક અરજી દાખલ કરવામાં આવી હતી કે, આરોપી વિદ્યાર્થી પર પુખ્ત તરીકે કાર્યવાહી કરવામાં આવે. દલીલ કરવામાં આવી હતી કે, 16 વર્ષીય વિદ્યાર્થીએ જે પ્રકારનો ગુનો કર્યો છે અને જે રીતે પોતાના ગુનાને છુપાવવાનો પ્રયાસ કર્યો છે. તેના પર પુખ્ત વયના બાળકની જેમ કેસ થવો જોઈએ પરંતુ કોર્ટે તેનો સ્વીકાર નહોતો કર્યો. સુપ્રીમ કોર્ટે પંજાબ હરિયાણા હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે આરોપી વિદ્યાર્થીને સગીર ગણાવ્યો છે અને તેના પર સગીર તરીકે કેસ ચલાવવામાં આવશે. કોર્ટે કેન્દ્ર અને NCPCRને આ માટે માર્ગદર્શિકા બનાવવા કહેવામાં આવ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.