આપ દ્વારા મુળી તાલુકાનાં યુવાનો ને સંગઠન માં મહત્વની જવાબદારી સોંપવામાં આવી - At This Time

આપ દ્વારા મુળી તાલુકાનાં યુવાનો ને સંગઠન માં મહત્વની જવાબદારી સોંપવામાં આવી


*આમ આદમી પાર્ટી માં મુળી તાલુકાનાં યુવાનોની સંગઠન માં મહત્વની જવાબદારી સોંપવામાં આવી*

સુરેન્દ્રનગર જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મુળી તાલુકાનાં યુવાનો ને મહત્વ ની સંગઠન માં જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આજે આપ નાં જીલ્લા પ્રમુખ હિતેષભાઇ નાયકપરા એ જણાવ્યું હતું કે કે મુળી તાલુકાનાં દુધઈ ગામના યુવાનો જેમાં ભરતભાઈ માલસુરભાઈ રબારી ને આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જીલ્લા જોઈન્ટ સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે અને મુળી તાલુકા કિસાન સંગઠન ઉપ પ્રમુખ તરીકે ની જવાબદારી કરસનભાઈ ભીખાભાઇ રબારી આપવામાં આવેલ છે તે બદલ જીલ્લા પ્રમુખ હિતેષભાઇ નાયકપરા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને મુળી તાલુકા આપ પાર્ટી માં સક્રિય રીતે પ્રચાર પ્રસાર અભિયાન શરૂ કરાશે તેમાં આ યુવાન ની મુખ્ય ફાળો રહેશે બંને નિમણુંક ને ચોટીલા વિધાનસભા બેઠક નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા એ અભિનંદન પાઠવ્યા હતાં અને નવી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે તેમ જણાવ્યું હતું આ વરણી થતાં આપ પાર્ટી નાં કાર્યકરો માં ઉત્સાહ વધે તે સ્વભાવિક છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.