ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 21 ના દિવ્ય સાકોત્સવ સત્સંગ સભા શોભાયાત્રા યોજાશે જસદણના પત્રકાર નરેશ ચૉહલીયા એ એસપી સ્વામીની રૂબરૂ મુલાકાત લીધી
ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્ય સાકોત્સવ ઉજવવા અંગે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે જસદણના પત્રકાર નરેશભાઈ ચૉહલીયા ઍ ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે એસપી સ્વામીજીની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી જૅમા એસપી સ્વામીએ જણાવ્યું હતું કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવાત્માઓના કલ્યાણ માટે આ ધરા પર પ્રગટ્યા અને અનેક જીવના કલ્યાણ અર્થે ઉત્સવની પરંપરાઓ શરૂ કરી જેમાં સવંત 1877 માં ગઢપુર દેશના લોયા ધામમાં સ્વયમ શ્રી હરીએ 60 મણ રીંગણા અને 12 મણ ઘીનો વઘાર કરી સાકોત્સવ કર્યો હતો જે ખૂબ જ પ્રસિદ્ધ પ્રસિદ્ધ છે જે પરંપરા અનુસાર શ્રી હરિસ્વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજની કૃપાથી 1008 શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ ના પ્રાગટ્ય અમૃત વર્ષમાં તેમની આજ્ઞાથી તથા પુ 108 ભાવી આચાર્ય શ્રી નુ્ગેન્દ્ર પ્રસાદ મહારાજજીની ઉપસ્થિતિમાં ધનશ્યામવલ્લભદાસજી શ્રી એસપી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે સત્સંગ સમાજના સાથ સહકારથી ગઢપુરમાં દિવ્યશાકોત્સવ ઉજવવાનું નિર્ધારિત કરેલ છે જેમાં તારીખ 21 2 2024 મહા સુદ ૧૨ ને બુધવારે સવારે 9:00 થી 12 દિવ્યશાકોત્સવ તથા સત્સંગ સભા શૉભાયાત્રા મહાપ્રસાદ સહિતનું આયોજન કરેલ છે આ કાર્યક્રમમાં શ્રી ગોપીનાથ યુવક મંડળ તથા શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે સાકોત્સવ સ્થળ બોટાદ રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ સામે ગઢડા સ્વામીના તૉ દરેક ભક્તજનોએ આ ઉત્સવમાં પધારવા એસપી સ્વામી રમેશ ભગત તથા છપૈયા સ્વામી ઍ પત્રકાર નરૅશ ચૉહલીયા સાથૅની મુલાકાત સમયૅ જણાવ્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.