વિદ્યાર્થીને બંદૂક જેવું હથિયાર બતાવી ધમકી આપનાર પકડાયો .
એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી આગેવાન પંકજ જયસ્વાલે પોલીસને કહ્યું હતું કે , હર ઘર તિરંગાના અભિયાનના ભાગ રૃપે આજે સવારે હું મારા મિત્રો સાથે ટયુશન ક્લાસમાં અમે ખરીદેલા ધ્વજ વિતરણ માટે ગયો હતો . અલંકાર ટાવરના ટયુશન ક્લાસમાંથી અમે બહાર નીકળી ચા ની લારી પાસે ઉભા હતા તે વખતે સ્કૂટર પર આવેલા એક યુવકે તિરંગાનું વિતરણ કેમ કરો છો , તિરંગાનો મતલબ જાણો છો . તેમ કહી તિરંગો ખેંચી લેતાં મેં તેની પાસે ધ્વજ પરત લઇ લીધો હતો . લાઈક ઝપાઝપી દરમિયાન સ્કૂટર સવાર યુવકે કમરમાંથી બંદૂક જેવું સ્ટીલનું હથિયાર બતાવ્યુંહતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી . જેથી અમે ધક્કો મારીને પોલીસ સ્ટેશને ભાગ્યા હતા . પોલીસે આ અંગે ગાળો ભાંડી ધમકી આપવાનો ગુનો નોંધી નવાયાર્ડના કબીરખાન પઠાણની અટકાયત કરી તેની પાસે બંદૂક નહિં પણ તેના જેવું દેખાતું સ્ટીલનું લાઇટર કબજે કર્યું હતું .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.