આણંદ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠાના ખેલાડીઓ ઝળક્યા - At This Time

આણંદ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠાના ખેલાડીઓ ઝળક્યા


આણંદ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠાના ખેલાડીઓ ઝળક્યા
******
૫ ગોલ્ડ મેડલ, ૨ સિલ્વર મેડલ, ૨ બ્રોન્ઝ મેડલ એમ કુલ ૯ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું
******

તા. ૧૨ થી ૧૬ જૂન ૨૦૨૪ દરમિયાન યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ, આણંદ ખાતે ખેલમહાકુંભ 2.0 ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધા ૨૦૨૪ યોજાઇ હતી . આ સ્પર્ધામાં અંડર ૧૪, અંડર -૧૭ , ઓપન એઇજ ભાઈઓ, બહેનોની સ્પર્ધાનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (ગુજરાત સરકાર) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ૫ ગોલ્ડ મેડલ, ૨ સિલ્વર મેડલ, ૨ બ્રોન્ઝ મેડલ એમ કુલ ૯ મેડલ મેળવી સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિઓ બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિયેશનના પ્રમુખ જુજારસિંહ કે વાઘેલા એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.
૧)જોષી રુદ્ર સચીનભાઈ, અંડર - ૧૪,ગોલ્ડ મેડલ ૨)મકવાણા બીજલ ગજેન્દ્રસિંહ,અંડર - ૧૪ ગોલ્ડ મેડલ ૩) ઉપાધ્યાય જવાન ધવલભાઈ, અંડર - ૧૭ ગોલ્ડ મેડલ ૪) મકવાણા માયા ગજેન્દ્રસિંહ, ઓપન એઇઝ બહેનો,ગોલ્ડ મેડલ ૫)આચાર્ય આર્યન નીલમ,ઓપન એઇઝ ભાઈઓ,ગોલ્ડ મેડલ ૬) પિત્રોડા ધાર્મી અમિતભાઈ, અંડર - ૧૪, સિલ્વર મેડલ ૭)જોષી અક્ષત વિનોદભાઇ ઓપન એઇઝ સિલ્વર મેડલ ૮)મકવાણા તનવીર ગજેન્દ્રસિંહ,અંડર - ૧૪ ભાઈઓ
બ્રોન્ઝ મેડલ ૯)ચૌધરી પદમકુમાર પ્રેમભાઈ,ઓપન એઇઝ બ્રોન્ઝ મેડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.