જૂની અદાવતમાં પાડોશી બાખડ્યા: ત્રણ મહિલાને ઇજા - At This Time

જૂની અદાવતમાં પાડોશી બાખડ્યા: ત્રણ મહિલાને ઇજા


ભગતસિંહ ગાર્ડન પાછળ આર.એન.સી. કવાર્ટરમાં બે પડોશી વચ્ચે જુની અદાવતમાં ડખ્ખો થતા કુકર અને પથ્થરથી મારામારીમાં ત્રણ મહીલાને ઇજા થતા સારવારમાં હોસ્પિટલે ખસેડાઇ હતી. બનાવની વિગત અનુસાર, યુનિ. રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ આર.એન.સી. કવાર્ટરમાં રહેતી કાજલબેન નરેન્દ્રભાઇ પંડયા (ઉ.35)ના ઘર પાસે કચરો નાખી ચંપલ ફેકી દેતા પડોશી નમ્રતાબેન ભરતભાઇ દેસાણી અને તેની પુત્રી સુમનબેન હાર્દિક દેસાણીને ટપારતા ઉશ્કેરાયેલ માતા પુત્રીએ કુકરથી હુમલો કર્યો હતો. જેના બચાવમાં કાજલ અને તેના પતિ નરેન્દ્રએ નમ્રતાબેન અને સુમન પર કુકરથી મારમારતા ત્રણેય મહિલાને સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિ. પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્તે કાજલે આક્ષેપ કર્યો હતો કે, તેની પડોશમાં રહેતા નમ્રતાબેન તેના પતિ સાથે આડા સંબંધ હોય જેથી અવાર નવાર માથાકુટ થતી હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image