વડાપ્રધાન મોદી નારી સન્માનની વાત કરતાં ભાવુક થઈ ગયા
નવી દિલ્હી, તા.૧૬દેશના ૭૬મા સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી સંબોધન દરમિયાન નારી ગૌરવની વાત કરતાં વડાપ્રધાન ભાવુક બની ગયા હતા. તેમણે ગળગળા અવાજે લોકોને નારીઓનું ગૌરવ કરવા અને મહિલાઓ માટે અપમાનકારક હોય તેવી તમામ બાબતો ત્યજી દેવા જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે , હું લાલ કિલ્લા પરથી મારી બીજી એક પીડા કહેવા માંગુ છું, હું આ દર્દ કહ્યા વગર રહી શકતો નથી. હું જાણું છું કે આ વાત કદાચ લાલ કિલ્લાનો વિષય ન હોઇ શકે. પણ મારી અંદરની પીડા હું ક્યાં કહીશ? જો હું દેશવાસીઓની સામે નહીં કહું તો કોને કહીશ અને તે એટલા માટે કે કોઇને કોઇ કારણસર આપણામાં એવી વિકૃતિ આવી ગઇ છે, આપણી બોલચાલમાં, આપણા વર્તનમાં, આપણા શબ્દોમાં આપણે નારીઓનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજિંદા જીવનમાં નારીઓને અપમાનિત કરતી દરેક બાબતોમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લઇ શકીએ? રાષ્ટ્રના સપનાંને સાકાર કરવામાં નારીઓનું ગૌરવ એક મોટી પૂંજી બની રહેશે. હું આ સામર્થ્ય જોઇ રહ્યો છું અને તેથી હું તેનો આગ્રહ રાખું છું. વડાપ્રધાને આ વર્ષે ટેલિપ્રોમ્પટરથી પ્રવચન કરવાની પ્રથાને તિલાંજલિ આપી દીધીહ તી. તેમણે પ્રવચનમાં જવાહરલાલ નહેરુ, વીર સાવરકર તથા રામ મનોહર લોહિયા સહિતના નેતાઓને યાદ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.