મહારાષ્ટ્રના ભિવંડીમાં ગણેશ મૂર્તિ પર પથ્થરમારો:પોલીસના લાઠીચાર્જમાં અનેક ઘાયલ, લોકોએ કહ્યું- જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી વિસર્જન નહીં કરીએ
મહારાષ્ટ્રના ભિવંડીમાં ગઈ મોડી રાત્રે ગણેશ વિદાય શોભાયાત્રા દરમિયાન ગણેશ મૂર્તિ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે મૂર્તિ ખંડીત થઈ હતી. વિદાય યાત્રા પર પથ્થરમારાના સમાચાર મળતા જ લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા, ત્યારબાદ બંને પક્ષના લોકો ત્યાં એકઠા થઈ ગયા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સીનિયર પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ કહ્યું કે જ્યાં સુધી પથ્થરબાજોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી વિસર્જન નહીં કરીએ. બંને જૂથો વચ્ચે મારામારી અને અથડામણ બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આમાં કેટલાક લોકોને ઈજા થઈ છે. કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોષે ભરાયેલા ટોળાએ એક યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. તેમણે કહ્યું કે તે જ વ્યક્તિએ પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ-પ્રશાસન સંઘર્ષ ટાળવામાં વ્યસ્ત
લાઠીચાર્જ બાદ ભાજપના ધારાસભ્ય મહેશ ચૌઘુલે તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. તેણે લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન દરગાહ પર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ડીસીપી શ્રીકાંત પરોપકારી એડિશનલ કમિશનર જ્ઞાનેશ્વર ચવ્હાણે કહ્યું કે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે પત્રકારો અને મોહલ્લા કમિટીના લોકોને બોલાવ્યા છે જેથી કરીને કોઈપણ પ્રકારનો ટકરાવ ન થાય. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.