રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા સંસ્થાનું સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ: વિદ્યાર્થીઓ અને સમાજના સુધારકો માટે સકારાત્મક કામ”
"રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા સંસ્થાનું સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ: વિદ્યાર્થીઓ અને સમાજના સુધારકો માટે સકારાત્મક કામ"
રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા સંસ્થા, તેના આદરણીય ડિરેક્ટર્સ, શ્રી સુનિલ સોલંકી અને શ્રી હર્ષદ ધડુકના ગતિશીલ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ,રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા સંસ્થાએ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને દાન દ્વારા શેહરી વિસ્તારોમાં રહેતા જરુરિયાતમંદ લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાનું મિશન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આજી ડેમ, જામનગર રોડ, રૈયા રોડ, મુંજકા જેવા વિસ્તાર મા સ્થિત બસ્તીના વંચિત બાળકોને સ્ટેશનરી સામાન અને ફૂડ બોક્સ કીટનું વિતરણ કરી શ્રેષ્ઠ દાખલો ઉભો કર્યો હતો. આવા નિરંતર પ્રયાસો થકી રેડ એન્ડ વ્હાઈટ ઇન્ટીટ્યૂટ વિદ્યાર્થીઓમાં દયા અને સામાજિક જવાબદારીના મૂલ્યો કેળવી સમાજના ઘડતરમાં સકારાત્મક યોગદાન આપવાનું કાર્ય કરતી હોય છે. આવી પહેલોના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "શૈક્ષણિક સંસ્થાઓ માટે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીની ભાવના અને આપણા સમાજના જરુરિયાતમંદ લોકોના પ્રત્યે સહાનુભૂતિ કેળવવી હિતાવહ છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા, અમારો હેતુ સારી રીતે ઉછેરવાનો છે.જેમાં જરૂરી લોકોને મદદગાર બનવા ફળ અને નાસ્તો નુ દાન કરવામા આવ્યુ અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય છે. આ સમયે, તેમને વિશેષ શિક્ષણ પ્રદાન કરવા માટે નોટબુક અને પેનનું વિતરણ કરવું હતું, તાકી લોકો સમાન્ય શિક્ષણનો લાભ મેળવી શકે. સંસ્થાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક વિવિધ પરોપકારી પ્રયાસોમાં ભાગ લે છે, જેનો હેતુ કરુણા અને સહાનુભૂતિની ભાવનાને ઉત્તેજન આપવાનો છે.
રેડ & વ્હાઇટ મલ્ટિમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની રાજકોટ બ્રાન્ચના વિદ્યાર્થીઓ દ્વારા 'બાનું ઘર વૃદ્ધાશ્રમ' મુલાકાત લઈને આશ્રમ વાસીઓસાથે ઉમંગ ભર્યો સમય પસાર કરી તેમના આશીર્વાદ વચન પ્રાપ્ત કર્યા હતા. આશ્રમના વડીલોએ પણ એક સુરે 'આપણી હાજરી એ જ સૌથી મોટી ભેટ છે' એમ કહી વિદ્યાર્થીઓને જીવનના તમામ નાના મોટા પડકારોને હિમ્મતથી પાર કરી અને હંમેશા માતા-પિતાનો સન્માન કરવા અંગે સંદેશ આપ્યો હતો. મુલાકાત દરમિયાન, ટીમે વૃદ્ધ રહેવાસીઓના ચહેરા પર સ્મિત લાવે એવી વિવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલ. ઉદ્દેશ્ય માત્ર મનોરંજન પૂરું પાડવાનો જ નહીં પણ સાથ અને હૂંફની ભાવના પેદા કરવાનો પણ હતો.વધુમાં, વંચિતોને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા સંસ્થાએ વૃદ્ધાશ્રમમાં આવશ્યક વસ્તુઓ અને કરિયાણાનું દાન કર્યું. આ ચેષ્ટા સમુદાયમાં સકારાત્મક અસર કરવા માટે સંસ્થાના સમર્પણને દર્શાવે છે
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.