સુત્રાપાડાના હરણાસા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું - At This Time

સુત્રાપાડાના હરણાસા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું


સુત્રાપાડાના હરણાસા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું

આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તેવા પ્રયાસ

સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપમાં વધારો થાય અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી મળી રહે તે હેતુસર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં આત્મા પ્રોજેક્ટના નાયબ ખેતી નિયામક શ્રી ડૉ. બી.એચ.ગઢિયા દ્વારા ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓથી પર્યાવરણ-જમીન અને મનુષ્યના જીવન પર થતી અસરો અંગે ખેડૂતોને માહિતી આપી હતી સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ સુત્રાપાડાના આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર પ્રકાશભાઈ નાઘેરાએ પ્રાકૃતિક ખેતી વિશે સમજૂતી આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ રાસાયણિક ખેતી કરતા મનુષ્ય જીવન પર ખૂબ જ ઉત્તમ અસર પહોંચાડે છે. પ્રાકૃતિક કૃષિની ઉપજમાં રાસાયણિક ખેતી કરતા વધુ પોષક તત્વો મળી રહે છે. જે શારીરિક તંદુરસ્તી માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી માટે પરિબળો જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા સહિતના પાસાઓનો ઉપયોગ કરવાની વિસ્તૃત જાણકારી આપી હતી.

આ સેમિનારમાં 50 કરતાં વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ઉપસ્થિત સર્વે સમક્ષ પોતાના હકારાત્મક અનુભવો જણાવી અન્ય ખેડૂત પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તેવો અનુરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.