સીનીયર સીટીઝન-મહિલા યાત્રીઓ માટે કોચ અને સુરક્ષા સહિતની સુવિધા આપવા સાંસદને રજૂઆત
સીનીયર સીટીઝન-મહિલા યાત્રીઓ માટે કોચ અને સુરક્ષા સહિતની સુવિધા આપવા સાંસદને રજૂઆત
ભારતીય રેલવે દ્વારા ભારત ભરમાં મુસાફરી માટે સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને મુસાફરી માટેનું ભારતીય રેલવે એક અલગ જ માધ્યમ છે તેમજ ગરીબ વર્ગ માટે ભારતીય રેલવે આશીર્વાદ રૂપ પણ છે ભારતભરનો મોટાભાગનો વર્ગ રેલ્વે દ્વારા પ્રવાસ મુસાફરી કરે છે મુસાફરોમાં ખાસ કરીને જ્યારે એકલા મહિલાઓ તેમજ સિનિયર સિટીઝનો મુસાફરી કરતા હોય છે ત્યારે ખ્યાલ મુજબ પહેલા ટે્રનમાં મહિલાઓ માટે ટે્રનમાં એક અલગ બોગીની સુવિધા તેમજ સિક્યુરિટી રાખવામાં આવતી હતી પરંતુ હમણાં ઘણા સમયથી આ સુવિધા બંધ કરવામાં આવેલ છે તેવું અમને જાણવામાં આવેલ છે. રેલવેમાં સીનીયર સીટીઝનો માટે તેમજ મહિલાઓ માટે અલગ સુવિધા તેમજ તેમની સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે અને તે એકલા લેડીસ તેમજ એકલા વૃદ્ધો જે મુસાફરી કરે છે તે લોકો માટે આશીર્વાદ સ્વરૂપ બની રહેશે પોરબંદર મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરીક સમિતીએ ચોપાટી સર્કિટ હાઉસ ખાતે આવેલ પોરબંદર સાંસદ સભ્ય રમેશભાઈ ધડુકને મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિના સ્થાપક કમલભાઈ ગોસલીયા, પ્રમુખ ઘનશ્યામભાઈ મહેતા, તેમજ સમિતિના સભ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.