જુના પીપળીયા ગામેથી બે વ્યક્તિ વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ - At This Time

જુના પીપળીયા ગામેથી બે વ્યક્તિ વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ


આટકોટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જુના પીપળીયા ગામ તરફથી સર્પાકારે એક મોટરસાયકલ ચાલક ચલાવી આવતો હોય જેને આટકોટ પોલીસે રોકી તેનું નામ પૂછતા રમેશભાઈ કાળુભાઈ ડાવર ઉંમર વર્ષ 20 ધંધો મજૂરી હાલ રહીશ જુના પીપળીયા છગનભાઈ કાછડીયા ની વાડીએ મૂળ ઘટવાની તાલુકો નાનપુર જીલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ થી જણાવેલ તેમજ તેની પાછળ બેઠેલ ઇસમ હેમંતભાઈ નાનુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી હાલ રહીશ જુના પીપળીયા કનુભાઈ કાછડીયા ની વાડીએ મૂળ રહીશ તે તાલુકો જોબટ હિલ્લો અલીરાજપુર મધ્ય પ્રદેશ જણાવેલ જેથી વાહન ચાલક કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા અને પાછળ બેઠેલી દેશી દારૂ જેવી કેફિ દ્રવ્ય સાથે રાખી મળી આવતા આટકોટ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.