બાલાસિનોર ના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી
બાલાસિનોર થી માત્ર ૩ કિમી દૂર આવેલ ડમ્પીંગ સાઈટ અધિકૃત કરેલ ખાનગી કંપની MAURA ENVIRO PROJECT PV T LTD મારફતે ચાલે છે. જેમાં વર્ષોથી કેમિકલ યુક્ત ઘન કચરો ઠાલવવા ની પ્રક્રિયા ચાલે છે.
ભૌગોલિક અસર :-
આ વિસ્તાર માં જ SSC ક્વોરી ની મોટી; વિશાળ અને ઊંડી ખાણો ૨૦ થી ૨૫ કિલોમીટર જેટલી જગ્યામાં ફેલાયેલ છે; જેમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહે છે. આ પાણી જમીનમાં ઉતરી કેમિકલ યુક્ત ઘન કચરા સાથે મિશ્રિત થતા જમીન તળ માં રહેલ પાણી પ્રદૂષિત થવા ની શરૂઆત થઈ ગયેલ છે.
ચોમાસા દરમિયાન વરસાદી પાણી કેમિકલ યુક્ત કચરા સાથે સંપર્કમાં આવતા પાણી પ્રદૂષિત થાય છે. આ પાણી વિસ્તાર માંથી વહેતી જરમર નદી ઉપરાંત નાના મોટા કોતર-નાળા ના પાણી માં આ પ્રદૂષિત પાણી ભળે છે. જે આગળ જતાં શેઢી નદીમાં મળી જાય છે. નદી નું સંપૂર્ણ પાણી પ્રદૂષિત થયું.
નદીમાં ઠલવાયું. જેથી જનતા માં ગભરાટ અને અજંપા નો માહોલ ઉભો થયો છે. પશુઓને પીવાના પાણી તેમજ ખેતીવાડી માં પ્રદૂષિત પાણી ભરાવવા ના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે; જે મારી જાણમાં આવતા તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઈડ એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરી વધુ પ્રદૂષણ ના થાય તે માટે ડમ્પીંગ સાઈડ ને સૂચના આપવા સૂચન છે.
ડમ્પિંગ સાઈડ ની આસ પાસ ના કોતર અને નદીમાં કેમિકલ ખાલી કરતા પાણી લાલ થયું
બાલાસિનોર ના અંદાજીત 20 જેટલા ગામો માં કેમિકલ ના કારણે જળચર જીવો ના મોત
કેમિકલ ના કારણે ગામ લોકો ને પણ ચામડી પર અસર થઈ હોવાના આક્ષેપ
રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને વારંવાર લેખિત અને મૌખિક, તેમજ આંદોલન રૂપી પણ રજૂઆત કરી તેમ છતાં રાજ્ય સરકાર સંવેદનશીલ હોય તાત્કાલિક આ સાઈડ બંધ કરાવે આ પાણી કેમિકલ ઉક્ત હાલ વડદલા થઇ ડાકોર શેઢી નદી માં છોડવામાં આવી રહ્યું છે .
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.