ગઢડા ખાતે કામ કરતા બે બાળ શ્રમિકોને કરાવ્યા મુક્ત
તાજેતરમાં બોટાદ જિલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટેની જિલ્લા ટાસ્કફોર્સ કમિટીના સભ્યોએ ગઢડા ખાતે રેડ પાડતા બે બાળ શ્રમિક કામ કરતા મળી આવ્યા હતા. જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યોએ કરેલી પ્રાથમિક પૂછપરછ બાદ બંનેને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તાત્કાલિક જિલ્લા બાળ કલ્યાણ સમિતિ,બોટાદને સોંપવામાં આવ્યા હતા.ત્યારબાદ સરકારી શ્રમ અધિકારી,બોટાદ દ્વારા સંસ્થાના માલિક સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ મદદનીશ શ્રમ આયુકતશ્રી,બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.